Rajkot Remdesivir Helpline Update:
આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તમામ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવામાં આવેલ છે. આથી કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે.
ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ ન હોય તેવા દર્દીઓએ ડોક્ટર દ્વારા નીચે જણાવેલ વોટ્સએપ નંબર ઉપર દર્દીનું નામ તથા નીચે જણાવેલ ડોક્યુમેન્ટ વોટ્સએપ કરવામાં આવ્યેથી, ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટર્સ ને રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવામાં આવશે. તમામ ડોક્ટર્સ તેમના એક પ્રતિનિધિને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરના અધિકૃત પ્રતિનિધિએ હેલ્પલાઈન માંથી સૂચના મળીએ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવી લેવાના રહેશે.
📱 WhatsApp નંબર ની વિગતો: 📱
1) 99740 73450
2) 99745 83255
📃 WhatsApp કરવાના ડોક્યુમેન્ટની વિગતો:📃
1) કોરોના સંક્રમિત દર્દી નું આધારકાર્ડ
2) દર્દીનો કોરોના પોઝિટિવ હોવાનો RT-PCR અથવા સીટી સ્કેન રિપોર્ટ
3) રેમડેસિવિર ઇન્જેક્શન ભલામણ કરનાર એમડી ડોક્ટર નું પ્રિસ્ક્રિપ્સન
⚠️ આથી કોઈ પણ દર્દીના સગાને helpline no નો સંપર્ક ન કરવા અપીલ કરવામાં આવે છે. ⚠️